મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કંપની માલિકની ફેક ID બનાવી કર્મચારી પાસેથી 69 લાખ પડાવનાર 2 શખ્સ જેલમાંથી ઝડપાયા

Vadodara News: વડોદરામાં વોટ્સએપમાં માલિકના ફોટોવાળી ફેક આઈડી બનાવી કર્મચારીને મેસેજ કરી પૈસા પડાવના

કંપની માલિકની ફેક ID બનાવી કર્મચારી પાસેથી 69 લાખ પડાવનાર 2 શખ્સ જેલમાંથી ઝડપાયા

Vadodara News: વડોદરામાં વોટ્સએપમાં માલિકના ફોટોવાળી ફેક આઈડી બનાવી કર્મચારીને મેસેજ કરી પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપનાર બે ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. સમગ્ર સ્કેમના તાર દુબઇ સુધી પહોંચતા પોલીસ ચોકી ઉઠી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

કંપનીને નવા પ્રોજેકટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી પૈસા મંગાવ્યા

ભોગ બનનારને વોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવ્યો હતો અને તે વોટ્સએપની પ્રોફાઈલ જોતા તેઓ જે કંપનીમાં કામ કરતા તે કંપનીના માલિકનો ફોટો મુકેલો હતો. તે કંપનીના માલીક સરકારી અધિકારી સાથે મીટીંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેકટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી ફરિયાદીને બેંક ખાતા નંબર મોકલ્યો હતો.

2 આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઝડપી પાડ્યા

આરોપીઓએ તે બેંક ખાતામાં ફરિયાદી પાસે 69 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવડાવો છેતરપિંડી આચરી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આ મામલે હાર્દિક પરમાર અને નવાઝ બુખારીને ટ્રાન્સફર વોરંટથી ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલામાં દુબઇ કનેક્શન બહાર આવતા પોલીસ ચોકી ઉઠી છે.

આ સમાચાર શેર કરો