મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: મૂકબધીર યુવતીને બ્લેકમેઇલ કરીને લાખો રુપિયા પડાવનાર 2 શખ્સો ઝડપાયા

રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે,

Rajkot: મૂકબધીર યુવતીને બ્લેકમેઇલ કરીને લાખો રુપિયા પડાવનાર 2 શખ્સો ઝડપાયા

રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક લાચાર મૂકબધીર યુવતીને બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં પાડોશમાં રહેતી એક તરૂણીની સંડોવણી પણ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર મૂકબધીર યુવતીને તેના જ પાડોશમાં રહેતી એક તરૂણી બગીચામાં લઈ જઈ યુવક સાથે ફોટો પડાવી બ્લેકમેલ કરતી હતી. આરોપીઓએ યુવતીને ધમકી આપી હતી કે જો તે પૈસા નહીં આપે તો આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે. ફોટો વાયરલ થવાના ડરથી મૂકબધીર યુવતીએ કટકે-કટકે કુલ રૂપિયા 7.70 લાખ આરોપીઓને આપી દીધા હતા. આટલું જ નહીં, તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે યુવકે યુવતી સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતા. ત્યારે આ મામલે ભક્તિનગર પોલીસે ઋત્વિક રાજાણી અને સમીર ઉર્ફે નવાઝ દોઢિયાની ધરપકડ કરી છે. 

આ સમાચાર શેર કરો