મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot સિવિલના ન્યુરો સર્જન પર હુમલો; સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, તમામ દર્દી ઇમરજન્સીમાં જ હોય, સગાએ સમજવું જરૂરી

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ડોક્ટર અને દર્દીના સગા વચ્ચેની માથાકૂટને

તસવીર: GSTV

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ડોક્ટર અને દર્દીના સગા વચ્ચેની માથાકૂટને લીધે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના ન્યુરો સર્જન પર ફરજ દરમિયાન થયેલા હુમલાને પગલે તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે આકરી પ્રતિક્રિયા આપી આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી છે.

દર્દીને તાત્કાલિક સારવાર આપવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને ડોક્ટર સાથે ઝપાઝપી તેમજ મારપીટ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે  હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટે પ્રતિક્રિયા આપી.ફરજ પરના ડોકટર પર હુમલો કરવો તે ખૂબ નિંદનીય છે. ન્યૂરો સર્જન પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમિતિ રચાઈ છે.આ સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કરશે જે બાદ કાર્યવાહી કરાશે. દર્દી અને ડૉકટર વચ્ચે મતભેદના કારણે આ પ્રકારની માથાકૂટના બનાવ બનતા હોય છે.

આ સમાચાર શેર કરો