મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: ઉપલેટા ભાજપ ઉપપ્રમુખની પક્ષમાંથી હકાલપટ્ટી, કોંગ્રેસના કાર્યક્રમમાં જતાં પ્રમુખે કરી કાર્યવાહી

રાજકોટના ઉપલેટા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને શિસ્તભંગ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. તાલુકા ભાજપના ઉપ

Rajkot news: ઉપલેટા ભાજપ ઉપપ્રમુખની પક્ષમાંથી હકાલપટ્ટી, કોંગ્રેસના કાર્યક્રમમાં જતાં પ્રમુખે કરી કાર્યવાહી

રાજકોટના ઉપલેટા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને શિસ્તભંગ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ તાલુકા પ્રમુખ મયંક ધિંગાણીએ કડક કાર્યવાહી કરતા સસ્પેન્ડ કર્યા છે. તેઓ પાર્ટીના જવાબદાર હોદ્દા પર હોવા છતાં કોંગ્રેસના જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા કાર્યવાહી થઈ છે. કોંગ્રેસનો ખેસ ધારણ કરેલી કલ્પેશ ધંધુકિયાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ..જેથી શિસ્તભંગ બદલ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો