મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડાલી પાસે ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

સાબરકાંઠા: હિંમતનગર - ખેડબ્રહ્મા હાઇવે પર વડાલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખીચોખીચ મુ

વડાલી પાસે ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

સાબરકાંઠા: હિંમતનગર - ખેડબ્રહ્મા હાઇવે પર વડાલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખીચોખીચ મુસાફરો ભરેલી કમાન્ડર જીપ ટ્રકની પાછળ ઘૂસી જતા મોટો અકસ્માત સર્જાયો છે.

હિંમતનગર - ખેડબ્રહ્મા હાઇવે પર વડાલી પાસે  કમાન્ડર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળ પર જ ત્રણ લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા છે. સ્થાનિક અહેવાલો મુજબ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જીપમાં 30થી વધુ મુસાફર હોવાનું સામે આવ્યું છે. તમામ લોકો મજુરી કામ કરી પરત ઘરે જઈ રહ્યા હતા. ઘાયલ ચાર મુસાફરોને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. 

આ સમાચાર શેર કરો