VIDEO : દેવભૂમિ દ્વારકામાં અસલી પોલીસે 2 નકલી પોલીસકર્મીને તોડ કરતા રંગે હાથ ઝડપ્યાં
Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાયા 2 નકલી પોલીસકર્મી ઝડપાયા છે. ખંભાળિયાના માંઝા ગામ પાસે હાઇવે

Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાયા 2 નકલી પોલીસકર્મી ઝડપાયા છે. ખંભાળિયાના માંઝા ગામ પાસે હાઇવે પરથી પસાર થતા ટ્રક ચાલકને રોકી પોતે પોલીસ હોવાનું જણાવી પોલીસ તરીકેનું ખોટું આઈડીકાર્ડ દેખાડી તોડ કરતા 2 યુવકો ઝડપાયા હતા. સામત કરંગીયા અને દિનેશ પરમાર નામના બે યુવકો નકલી પોલીસકર્મી બની તોડ પાણી કરતા ખંભાળિયા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓ પાસેથી એરગન, બાઈક, પોલીસ રાખે તેવો ધોકો નકલી આઇકાર્ડ સહિતનો મુદ્દા માલ પણ ઝડપી પાડ્યો હતો.




