મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં યુવકની હત્યાના પ્રયાસ મામલે 2ની ધરપકડ, બે આરોપી હજુ પણ ફરાર

પશ્ચિમ કચ્છના SP ઘર નજીક યુવક પર છરી વડે ખૂની હુમલો કરી હત્યાના પ્રયાસ બનાવ મામલે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

કચ્છમાં યુવકની હત્યાના પ્રયાસ મામલે 2ની ધરપકડ, બે આરોપી હજુ પણ ફરાર

પશ્ચિમ કચ્છના SP ઘર નજીક યુવક પર છરી વડે ખૂની હુમલો કરી હત્યાના પ્રયાસ બનાવ મામલે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. રૂપિયાની લેતી દેતી મામલે થાર કારમાં આવેલા ચાર શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયા છે જ્યારે ફરાર થયેલા બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

SPના ઘરની નજીક ૨૧ માર્ચના રાત્રે યુવક પર જીવલેણ ખૂની હુમલાની ઘટના બની હતી. ફાઇનાન્સના રૂપિયા લેતી દેતી મામલે મહિન્દ્રા થાર કારમાં આવેલા ચાર શખ્સોએ યોગેન્દ્ર સિંહ સોઢા નામના યુવક પર જીવલેણ ખૂની હુમલો કર્યો હતો. યુવકને છરીના ઘા જીકી હત્યાનો પ્રયાસ કરનાર ચારેય આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. આરોપી રાજસ્થાનમાં હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. પોલીસે જુવાન સિંહ બનેસંગ સોઢા સત્યરાજ ઉમેદસંગ વાઘેલાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુનામાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા થાર કાર, ત્રણ મોબાઈલ અને 95,000 રોકડ રકમ સહિતનો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. ઝડપાયેલા બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ કેસમાં ફરાર અન્ય બે આરોપી અક્ષયરાજસિંહ વાઘેલા અને ભાવેશ ગોસ્વામી ને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો