બોટાદ ઓઈલ મિલ માલિક અપહરણ કેસમાં 2 આરોપીની ધરપકડ, 4 હજૂ ફરાર
બોટાદના સૌથી ચર્ચાસ્પદ એવા અપહરણ કાંડમાં બે આરોપીઓને પકડી પાડવામાં બોટાદ પોલીસની સફળતા મળી છે જ્યારે અન

બોટાદના સૌથી ચર્ચાસ્પદ એવા અપહરણ કાંડમાં બે આરોપીઓને પકડી પાડવામાં બોટાદ પોલીસની સફળતા મળી છે જ્યારે અન્ય ચાર અપહરણકારો પોલીસની પકડથી હજૂ દૂર છે. ઉલ્લેખની છે કે ગત 28 ડિસેમ્બરના ભદ્રાવડી ગામના ઓઈલ મિલના માલિક વિપુલ શેખનું 50 કરોડની રકમ માટે અપહરણ કરાયું હતુ. પરંતુ વિછીયાના સમઢીયાળા ગામ પાસે આરોપીઓ અપહ્યત ને કારમાં છોડી નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો : બોટાદમાં ઓઈલ મિલના માલિકનું અપહરણ, પોલીસ અપહરણકારોની પાછળ પડી, જુઓ પછી શું થયું
ભદ્રાવડી ગામે રહેતા અને રાધે ઓઈલ મિલના માલિક વિપુલભાઈ શેખ નામના યુવકનું ગત 28 ડિસેમ્બરના રોજ અપહરણ થયું હતું. જેમાં બે ફોર વ્હીલર ગાડી સાથે 6 જેટલાં આરોપીઓએ વિપુલ શેખના બાઇકને ટક્કર મારી ફોરવ્હીલર કારમાં બેસાડી અપહરણ કરી નાસી છુટયા હતા. પરંતુ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સમઢીયાળા ગામે પહોંચતા અપહરણ કર્તાઓએ અપહૃત યુવાનને ઢોર માર માર્યો હતો. જેથી અપહૃત યુવકે બચાવો બચાવોની બૂમો પાડતા ગામના લોકો એકત્રિત થયા અને કાર પાસે પહોંચ્યા અને અપહૃત યુવાનને બચાવ્યો. તેવામાં બોટાદ એલસીબી પોલીસ સમઢીયાળા ગામે પહોંચતા અપહરણ કર્તાઓ કાર મુકીને નાસી છુટયા હતા, ત્યારે આરોપીઓની શોધ ખોળ કરતા બે આરોપીઓને દબોચી લેવામાં બોટાદ પોલીસને સફળતા મળી છે.
સમગ્ર ઘટના અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આરોપીઓએ મીલ માલિક પાસે રૃપિયા 50 કરોડની રકમ માંગી હતી. જે રકમ નહિ આપતાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બોટાદ એલસીબી પોલીસે અપહરણના આરોપી સંજય મનુભાઈ ઓળકિયાની રતનપર ચોકડી પાસેથી ધરપકડ કરી હતી, જ્યારે પાળિયાદ પોલીસે અલ્પેશ બુધાભાઇ મકવાણાને ભદ્રાવડી ગામેથી દબોચી લીધો હતો. પાળીયાદ પોલીસ દ્વારા આ બન્ને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડ આપવાની માંગ કરી હતી. જ્યારે ન્યાય કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરી અન્ય આરોપીઓ ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 50 કરોડ ની ખંડણીના 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓ ઘટનાના પંદર દિવસ પછી પણ પોલીસની પકડથી દુર છે.
આ પણ વાંચો : રાજકોટ: ચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિકને દોઢ વર્ષની સજા
ઉલ્લેખનીય છે કે બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, અપહ્યત વિપુલ શેખ પાસે 50 કરોડની રકમ માંગવામાં આવી હતી ત્યારે વિપૂલ ભાઈ શેખે ગેમિંગ એપમાં ખૂબ મોટી કમાણી કરી છે. તેવુ નિવેદન પોલીસ અધિક્ષક દ્વારા અપાયું છે. ત્યારે અપહરણના આરોપીની અટકાયતમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અપહ્યત વિપુલ શેખની આવક ક્યાંથી ઊભી થઈ છે, ગેમિંગ એપ થી કેવડી આવક છે, વિપુલ શેઠની આવક કાયદેસરની કે ગેરકાયદેસરની જે અંગે કેવી તપાસ થઈ છે તેવું પૂછતા ડીવાયએસપી મહર્ષિ રાવળે સમગ્ર તપાસ શરૂ છે ત્યારે તપાસ અંગે કોઈપણ પ્રકારની કોમેન્ટ કરવાથી ઇનકાર કર્યો હતો.






