મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: મોબાઈલ સ્નેચિંગ કરતા 2 આરોપીઓ ઝડપાયા, રાત્રે રાહદારીઓને કરતા ટાર્ગેટ

સુરત શહેરના ઉતરાણ વિસ્તારમાં પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા બે રીઢા આરોપીઓની ધરપકડ કરીને મોટી સફ

Surat: મોબાઈલ સ્નેચિંગ કરતા 2 આરોપીઓ ઝડપાયા, રાત્રે રાહદારીઓને કરતા ટાર્ગેટ

સુરત શહેરના ઉતરાણ વિસ્તારમાં પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા બે રીઢા આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે સતત 15 દિવસ સુધી CCTV કેમેરાની ચકાસણી કરીને આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે, અને તેમની પાસેથી 6  મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે.

ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વધતા પોલીસે આ ગુનાઓને ગંભીરતાથી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળની આસપાસના તેમજ સંભવિત માર્ગોના CCTV કેમેરા ફૂટેજ સતત 15 દિવસ સુધી તપાસ્યા હતા, જેના આધારે બે શખ્સોની ઓળખ થઈ હતી. અને શિવમ ઉર્ફે છોટુ સુરેંદ્રભાઇ બધેલ અને વિકાસ શેષનાથ સિંગ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રાત્રે ચાલુ બાઈક પર રાહદારીઓની નજીક જઈને હાથમાં રહેલો મોબાઈલ ઝૂંટવી લેતા અને તરત જ ફૂલ સ્પીડમાં બાઈક ભગાવીને ફરાર થઈ જતા હતા. ત્યારે આરોપીઓની પૂછપરછમાં શહેરના બીજા ગુનાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે. 

આ સમાચાર શેર કરો