Surat news: રત્ન કલાકારે ધાબા પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, 6 મહિનાની બેરોજગારીથી કંટાળી ભર્યું અંતિમ પગલું
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારે એપાર્ટમેન્ટ ઉપરથી પડતુ મૂકી આપઘાત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારે એપાર્ટમેન્ટ ઉપરથી પડતુ મૂકી આપઘાત કર્યો છે. રત્ન કલાકાર છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતા અને છેલ્લા ઘણા સમયથી બીમારીથી પણ કંટાળેલા હતા. કાપોદ્રા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રત્ન કલાકાર છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતા
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાબાગ નજીક તિરુપતિ એપાર્ટમેન્ટમાં રહેતા રત્ન કલાકારે એપાર્ટમેન્ટ ઉપરથી પડતુ મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. રત્ન કલાકાર છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતા અને છેલ્લા ઘણા સમયથી બીમારીથી પણ કંટાળેલા હતા, જે બાદ તેઓએ આ અંતિમ પગલું ભર્યું છે. પોલીસ પરિવારજનોના નિવેદનો નોંધીને આ અંગે વધુ તપાસ આદરી છે.




