Surat: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ઝડપાયો 1.68 કિલો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો
અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્

અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી DRIની ટીમે 1.68 કિલો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
DRIની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-263માં બેંગકોકથી આવેલો એક મુસાફર હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે DRIની ટીમે સુરત એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ મુસાફરને અટકાવીને તેની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન, આ મુસાફર પાસેથી 24 વેક્યૂમ-પેક્ડ પારદર્શક પોલિથિન પેકેટ્સ મળી આવ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ થયું હતું. એફએસએલની ટીમે આ પદાર્થની ચકાસણી કરતાં તે કેનાબિસ (હાઇબ્રીડ ગાંજો) હોવાની પુષ્ટિ મળી હતી.
પ્રતિબંધિત ગાંજાનો જથ્થો લઇને આવનાર આ મુસાફરની DRI દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે તે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી આ ગાંજાનો જથ્થો લાવતો હતો. જોકે, તેણે અત્યાર સુધીમાં કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે.





