રાજ્યના 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ, સરકારના મંત્રીએ જ કરી કબૂલાત
ગુજરાતના 194 માછીમારો પાંચ વર્ષથી પાક્સ્તિાની જેલમાં સબડી રહ્યાં છે. ખુદ મત્સ્ય ઉદ્યોગ મંત્રી

ગુજરાતના 194 માછીમારો પાંચ વર્ષથી પાક્સ્તિાની જેલમાં સબડી રહ્યાં છે. ખુદ મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ આ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. મંત્રી પુરષોત્તમ સોલંકીએ પ્રશ્ન રજૂ કરી સરકાર માછીમારો પ્રત્યે કેટલી ઉદાસિન છે તે વાત ઉજાગર કરી છે.
1173 બોટ પાકિસ્તાનના કબજા હેઠળ
મંત્રીમંડળના વિસ્તરણની રાજકીય અફવાને પગલે મંત્રી પુરષોત્તમ સોલંકી સક્રિય થયાં છે તેવી ચર્ચા છે. એટલું જ નહીં, ઘણાં વખતથી પુરષોત્તમ સોલંકી સચિવાલય કે વિધાનસભા સત્રમાં પણ ડોકાતા નથી. હવે તેમને માછીમારોની યાદ આવી છે. મંત્રી પુરષોત્તમ સોલંકી મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર દોડી આવ્યાં હતાં. તેમણે એવી રજૂઆત કરી કે, 194 માછીમારો પાંચ વર્ષથી વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે. આ ઉપરાંત 1173 બોટ પણ પાકિસ્તાનના કબજા હેઠળ છે. તેથી તેમણે માછીમારો અને બોટ છોડાવવા વિશે વાત કરી હતી.
માછીમારોને સલાહ
પાંચ વર્ષથી વધુ સમય વિત્યો છતાં રાજ્ય સરકાર માછીમારોને છોડાવી શકી નથી. હવે મત્સ્ય ઉદ્યોગ મંત્રીને ખાતરી અપાવી છે કે, ગુજરાત સરકાર કેન્દ્રીય ગૃહ અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. જોકે, માછીમારોને સલાહ આપવામાં આવી છે કે, બોટ પર ફરજિયાત ટ્રાન્સફન્ડર લગાડે જેથી દરિયામાં ભારત-પાકિસ્તાનની દરિયાઈ સરહદનો અંદાજ આવી શકે.
લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલી બોટ પાકિસ્તાન મરીન પકડી લે છે જેથી બોટ માલિકોને આર્થિક નુકશાન વેઠવુ પડે છે. આ મામલે પણ સરકારે મૌન દાખવવાનું પસંદ કર્યુ છે.






