મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 19 વર્ષીય યુવકનો આપઘાત, રાત્રે ઉપરના રૂમ પર જઈ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાંદેર વિસ્તારમાં આશા

સુરતમાં 19 વર્ષીય યુવકનો આપઘાત, રાત્રે ઉપરના રૂમ પર જઈ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાંદેર વિસ્તારમાં આશાસ્પદ યુવકના આપઘાતને લઈને ચકચાર મચી ગઈ છે. યુવકે અગમ્યકારણોસર પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિવારમાં શોક

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય સની રાઠોડએ આપઘાત કર્યો હતો. ગત રાતે યુવકે ઉપરના રૂમમાં જઈ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. જેથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

પરિવારજનો અજાણ

ક્રિષ્નાએ કહ્યુ કે, હું કામેથી આવ્યો ત્યારે ખબર પડી હતી. બાદમાં અમે દરવાજો તોડ્યો હતો. એ ચોકલેટમાં ડિલિવરીનું કામ કરતો હતો. તેણે આપઘાત શા માટે કર્યો તે ખબર નથી. હું આવ્યો ત્યાર મમ્મીએ કહ્યુ કે દરવાજો ખોલતો નથી. એટલે મે દોસ્તારને બોલાવીને દરવાજો તોડ્યો હતો. બાદમાં મમ્મીથી જોઈ શકાયું નહોતુ. બધા સાથે હસતો રમતો હતો. 

આ સમાચાર શેર કરો