મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 કેસ, 980 એક્ટિવ કેસમાંથી 32 હોસ્પિટલમાં; એકપણ મૃત્યુ નહીં

દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં 8 જૂન સુધીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6133ને પાર થઈ ગઈ છે

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 કેસ, 980 એક્ટિવ કેસમાંથી 32 હોસ્પિટલમાં; એકપણ મૃત્યુ નહીં

દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં 8 જૂન સુધીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6133ને પાર થઈ ગઈ છે.  ત્યારે ગુજરાતમાં આજે રવિવારે (8 જૂન) કોરોનાના 185 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 980 પર પહોંચ્યા છે.

કોરોનાના 185 નવા કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 980 પર પહોંચી ગઈ છે. જેમાંથી 32 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 948 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 27 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. 22 મેના રોજ કુલ એક્ટિવ કેસ 257 હતા, જે 8 જૂન સુધીમાં વધીને 6133 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોતની વાત કરીએ તો કેરળમાં ત્રણ કોરોનાના દર્દીના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં બે દર્દીના મોત થયા છે. આ સિવાય તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે.

આ સમાચાર શેર કરો