Gujarat news: રાજ્યમાં આજે અલગ અલગ 4 માર્ગ અકસ્માતોની દુર્ઘટના સર્જાઈ, 2 વર્ષની માસૂમ સહિત 6ના મોત
ગુજરાતમાં આજે ગંભીર અકસ્માતોની દુર્ઘટનાઓ સર્જાઈ છે. 4 અલગ અલગ દુર્ઘટનામાં કુલ 6 લોકોના

ગુજરાતમાં આજે ગંભીર અકસ્માતોની દુર્ઘટનાઓ સર્જાઈ છે. 4 અલગ અલગ દુર્ઘટનામાં કુલ 6 લોકોના જીવ ગયા છે. રાજકોટ, છોટાઉદેપુર, વડોદરા અને સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરામાં તો 2 વર્ષની બાળકીને કાર ચાલકે કચડી નાખી હતી.
રાજકોટમાં ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં રાજકોટના લીમડા ચોક પાસે અકસ્માત સર્જાયો છે, કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યાં હતા તે દરમિયાન કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને વૃદ્ધને અડફેટે લીધા જેમાં વૃદ્ધને સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું છે, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, અકસ્માત સર્જતા લોકોના ટોળા ઉમટયા હતા અને કાર ચાલક ઝડપાયે તે પહેલા તે કાર મૂકીને ભાગી ગયો હતો.
છોટા ઉદેપુરમાં યુવાનની વૃક્ષ સાથે ટક્કર
છોટાઉદેપુરના તેજગઢ ભાષા કેન્દ્ર નજીક ગમખ્વાર અકસ્માતે એક યુવાનનો જીવ લીધો. મોટી દુમાલીના પ્રકાશભાઈ ઇશાકભાઈ હરીજન બાઇક પર અછાલાથી તેજગઢ આવતા હતા, ત્યારે સામેથી આવતી ટ્રકથી બચવા બાઇક રોડની સાઇડ ઉતરી અને વૃક્ષ સાથે અથડાઈ. ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી. છોટાઉદેપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો. આ ઘટનાએ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
વડોદરામાં બે વર્ષની માસૂમને કારે કચડી નાખી
વડોદરામાં રફ્તારનો કહેર યથાવત! વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામે હિટ એન્ડ રનની દુર્ઘટનામાં બે વર્ષની માસૂમ યુક્તા પરમારનું કરુણ મોત થયું. કારચાલક ગણપત પરમારે બેફામ રીતે કાર હંકારી, ઘર નજીક રમતી યુક્તાને કચડી નાખી. ઘટનાસ્થળે જ બાળકીનું મોત થયું. ચોંકાવનારી વાત એ છે કે, ગણપતે દુઃખ વ્યક્ત કરવાને બદલે મારી પાસે રૂપિયા છે, હું છૂટી જઈશ. તેમ કહી, ફરાર થયો. જરોદ પોલીસે ગુનો નોંધી, ફરાર આરોપીની તપાસ શરૂ કરી.
સુરેન્દ્રનગર ધાંગધ્રા રોડ પર અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે..ટ્રક અને બાઈક વચ્ચે અક્સમાત સર્જાયો હતોજેમાં ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતોઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી 3 યુવાનોના મોતના પગલે પરિવારના માથે આભ ફાટી નીકળ્યું છે.






