મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હળવદ ભાજપના મહામંત્રી સહિત 18 શખ્સો જુગાર રમતા ઝડપાયા, બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

હળવદ ગેસ્ટહાઉસમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ભાજપના આગેવાન સહિત 18 લોકો ઝડપાયા છે. હળવદ ભાજ

હળવદ ભાજપના મહામંત્રી સહિત 18 શખ્સો જુગાર રમતા ઝડપાયા, બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

હળવદ ગેસ્ટહાઉસમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ભાજપના આગેવાન સહિત 18 લોકો ઝડપાયા છે. હળવદ ભાજપના આગેવાન જુગાર રમતા પકડાતા ખળભળાટ મચી ગયો છે. 

ભાજપના આગેવાન સહિત 18 લોકો જુગાર રમતા ઝડપાયા

મોરબીના હળવદમાં એક ગેસ્ટહાઉસમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ભાજપના આગેવાન સહિત 18 લોકો ઝડપાયા છે. બે લાખથી વધુના મુદ્દામાલ સાથે 18 શખ્સો ઝડપાયા છે.હળવદ તાલુકા ભાજપના મહામંત્રી ભરત હરખાભાઇ વઢરેકીયા તેમજ કિસાન મોરચાના પ્રદેશ ભાજપના સભ્ય વલ્લભ સુંદરજીભાઇ પટેલ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ ચર્ચામાં, OBC ચહેરા પર પસંદગી ઢોળાય તેવી શક્યતા

આ બન્ને ભાજપના નેતા સહિત કૂલ 18 આરોપીઓને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા. હળવદ હાઇવે પર આવેલ લેકવ્યૂ ગેસ્ટહાઉસમાં ભાજપના બે નેતા સહિત 18 લોકો ઘોડીપાછાનો જુગાર રમતા હતા. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે 18 જુગારીઓને ઝડપીને તેમની પાસેથી 2 લાખ 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો