મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદમાં ગરીબ લાભાર્થી માટેનો 16,000 કિલો અનાજનો જથ્થો થઈ ગયો ચાંઉ! વેપારીને 16.50 લાખનો દંડ

ખેડા જિલ્લાના નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને રૂ.16.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રિયાં

નડિયાદમાં ગરીબ લાભાર્થી માટેનો 16,000 કિલો અનાજનો જથ્થો થઈ ગયો ચાંઉ! વેપારીને 16.50 લાખનો દંડ

ખેડા જિલ્લાના નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને રૂ.16.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રિયાંક પટેલ નામના સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ્દ કર્યો છે. નડિયાદ શહેર મામલતદારની તપાસમાં દુકાનદાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવાનો 16 હજાર કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું,

મહત્વની વાત છે કે, 6 માસ અગાઉ નડિયાદમાં સંજય સચદેવ નામના દુકાનદારનો પરવાનો રદ્દ થતાં વધનો જથ્થો પ્રિયાંક પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો હતો. પરંતુ ગ્રાહકોને પુરવઠો નહિ મળતો હોવાની ફરિયાદ ઉઠતા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. તપાસ માં બહાર આવ્યું હતું કે જે જથ્થો ગરીબ લાભાર્થીઓ ને ફાળવવા નો હતો, તે પ્રિયાંક પટેલે સગેવગે કરી નાખ્યો છે.

આ પણ વાંચો : કોમી એકતાનો ઉત્તમ દાખલો: મુસ્લિમ સંસ્થાએ કરાવ્યા હિન્દુ યુવક-યુવતીના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન

આખરે 16 હજાર કિલો જેટલો જથ્થો કયા સગેવગે કરાયો? કોણ છે એ લોકો જે ગરીબોનું અનાજ ભરખી ગયા? આટલી મોટી ગેરરીતિ તેમ છતાં મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેમ ફરિયાદ નોંધાવવામાં નથી આવી? નડિયાદ અને જિલ્લામાં અવાર નવાર બહાર આવી રહ્યા છે અનાજ કૌભાંડ, ત્યારે દાખલા રૂપ કામગીરી ક્યારે થશે? આવા અનેક સવાલ જનમાનસમાં ઉભરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો