Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Muslim organization conducts traditional marriage of Hindu couple

કોમી એકતાનો ઉત્તમ દાખલો: મુસ્લિમ સંસ્થાએ કરાવ્યા હિન્દુ યુવક-યુવતીના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2025
લાઇવ ટીવીGoogle News
કોમી એકતાનો ઉત્તમ દાખલો: મુસ્લિમ સંસ્થાએ કરાવ્યા હિન્દુ યુવક-યુવતીના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી કોમી એક્તાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતો દાખલો સામે આવ્યો છે. જેમાં  મુસ્લિમો દ્વારા હિન્દુ યુવક યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

App Store

આ પણ વાંચો : VIDEO: બોટાદમાં શિક્ષકે દિકરીનું ફૂલેકું હાથીની અંબાડી પર કાઢ્યું, અનોખી પહેલને લોકોએ વધાવી

ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલા દિકરા દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં મુસ્લિમો દ્વારા હિન્દુ યુવક યુવતીના પણ હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલું નહીં ઘરવખરીનો તમામ સામાન પલંગ તિજોરી સહિત તમામ વસ્તુ ટ્રસ્ટ તરફથી મફત આપવા આવતો હોય છે. આ સમૂહ લગ્નમાં ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલું હાજી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.