Video: મલારપુરામાં મહાદેવ મંદિરે ચોરી

સોર્સ: gstv

ખેડા તાલુકાના મલારપુરા ગામમાં આવેલા વર્ષો જૂના પૌરાણિક નીલકંઠ મહાદેવના મંદિરમાંથી માં પાર્વતીની પંચધાતુની કિંમતી મૂર્તિની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પવિત્ર તહેવાર એવા બેસતા વર્ષની સાંજે માતાજીની મૂર્તિ ગાયબ હોવાનું માલૂમ પડતાં સ્થાનિક રહીશો અને ભાવિક ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. દિવાળીના તહેવાર બાદ બેસતા વર્ષની સાંજે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શન અર્થે પહોંચ્યા ત્યારે મંદિર ગર્ભગૃહમાંથી માઁ પાર્વતીની મૂર્તિ ગાયબ હોવાનું નજરે પડ્યું હતું. આ નીલકંઠ મહાદેવ મંદિર વર્ષો જૂનું અને સમગ્ર વિસ્તારના ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. શ્રદ્ધાના ધામમાંથી જ માતાજીની મૂર્તિ ચોરાઈ જતાં ગ્રામજનો અને દુર-દૂરથી આવતા ભાવિક ભક્તોની ધાર્મિક ભાવના દુભાઈ છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે…

આ સમાચાર શેર કરો

જાહેરાત