Video: ઉમરગામની ગારમેન્ટ કંપનીમાં નજીવા બોનસ સામે કામદારોનો ઉગ્ર વિરોધ

વલસાડ જિલ્લાના ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ગારમેન્ટ કંપનીમાં દિવાળીના તહેવાર ટાણે જ કામદારો ભારે રોષે ભરાયા છે, કારણ કે મેનેજમેન્ટે બોનસ પેટે માત્ર બે હજાર રૂપિયા જ આપતા કામદારોમાં નારાજગી ફેલાઈ હતી. આ મામલે મોટી સંખ્યામાં એકઠા થયેલા કામદારોએ કંપનીની બહાર ઉગ્ર સૂત્રોચાર કરી મેનેજમેન્ટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પૂરતા બોનસની માંગણી સાથે રોષ વ્યક્ત કર્યો હતો.
જાહેરાત







