સુરેન્દ્રનગરના નટવરગઢના યુવાનની હત્યાનો મામલો: 16 વર્ષના ભત્રીજાએ જ કાકા અને ભાઈ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામે 21 વર્ષીય યુવકની હત્યા મુદ્દે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ હત્યા મા

સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામે 21 વર્ષીય યુવકની હત્યા મુદ્દે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ હત્યા મામલે મોટા વળાંક સામે આવ્યો છે, સરપંચ અને તેમના પુત્ર પર ભત્રીજાએ જ ઘાતકી હુમલો કર્યો હતો. સરપંચ કાકાએ 16 વર્ષીય ભત્રીજાને ઠપકો આપ્યો હતો. આ ઠપકા બાદ ભત્રીજો ઉશ્કેરાઈ ગયો હતો. તેને સમજવા ગયેલા કાકા અને તેના પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કર્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. જેમાં પિતરાઈ ભાઈને છરીનો ઊંડો ઘા વાગતા ભાઈનું મોત નિપજ્યું હતું.
16 વર્ષીય હત્યારા સામે ગુનો દાખલ કર્યો
ઘટનાને પગલે લીંબડી ડીવાયએસપી દ્વારા હત્યા કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટના બાદ 16 વર્ષીય હત્યારા સામે ગુનો દાખલ કરી તેની પણ શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે હજુ કાકાની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. તેમને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
આ પણ વાંચો: 'ખ્યાતિ'ના અનેક રહસ્યો ખુલશે, હોસ્પિટલના 3.61 ટકાના ભાગીદાર છે આરોપી રાજશ્રી કોઠારીના પતિ
16 વર્ષના ભત્રીજાને સરપંચ કાકાએ કારણોસર આપ્યો હતો ઠપકો
નટવરગઢ ગામના સરપંચે 16 વર્ષના ભત્રીજાનેકોઈ કારણોસર ઠપકો આપ્યો હતો અને આ ઠપકા બાદ બાળકને માઠું લાગ્યું હતું. કિશોરના માથા પર શું ભૂત સવાર થઈ ગયું કે તેણે સરપંચ અને તેમના 21 વર્ષના પુત્ર પર છરીના ઉપરાઉપરી ઘા માર્યા હતા. સરપંચ અને તેના પુત્ર પર ઘાતકી હુમલો કર્યો હતો.






