મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણની 16 વર્ષની કિશોરીએ ઉત્તર ગુજરાતની પ્રથમ મહિલા સંગીતકાર તરીકે ખ્યાતિ મેળવી

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં રાજ્યની પાટણન

 ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં રાજ્યની  પાટણની 16 વર્ષીય ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી રાવળ ઉત્તર ગુજરાતની પ્રથમ મહિલા સંગીતકાર તરીકે ખ્યાતિ મેળવી છે. સંગીત ક્ષેત્રમાં મોટાભાગે પુરુષોનો જ ઈજારો હોય છે તેવી માન્યતાને ખોટી પાડતાં ધ્રુવીએ સેક્સોફોન જેવા મુશ્કેલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મહારથ હાંસલ કરી છે.

ધ્રુવી આજે સ્ટેજ પર પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી રહી છે

માત્ર સાત વર્ષની ઉંમરે પિતાથી સંગીતનું પ્રાથમિક જ્ઞાન મેળવનારી ધ્રુવી આજે સ્ટેજ પર પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી રહી છે. ધ્રુવીના પિતા પોતે બેન્ડમાં સેક્સોફોન વગાડે છે અને પુત્રી ધ્રુવી દરરોજ ચાર કલાક રિયાઝ કરીને પિતાના વારસાને આગળ ધપાવી રહી છે. ધ્રુવીનું સ્વપ્ન છે કે તે ભવિષ્યમાં દેશનું નામ સંગીત જગતમાં રોશન કરે.

આ સમાચાર શેર કરો