મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: IRMA ના 15 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર, તમામને સારવાર અર્થે ખસેડાયા

આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના સામે આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ર

Anand news: IRMA ના 15 વિદ્યાર્થીઓને  ફૂડ પોઇઝનિંગની અસર, તમામને સારવાર અર્થે ખસેડાયા

આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના સામે આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમાના આણંદ ખાતે ઘટના બની છે. હાલ, આ તમામ વિદ્યાર્થીઓને આણંદ અને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને તમામની હાલત સુધારા પર છે. જોકે, ફૂડ પોઇઝનિંગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઇરમાનું મેનેજમેન્ટ સમગ્ર મામલે તપાસ કરશે.

ફૂડ પોઇઝનિંગ કેમ થાય?

ફૂડ પોઈઝનિંગ અથવા ફૂડ બોર્ન એ ચેપ છે જે દૂષિત ખોરાક, પાણી, ફળો વગેરે આરોગવાના કારણે થાય છે. જ્યારે ખોરાક બેક્ટેરિયા, જંતુઓ, વાયરસ અથવા પરોપજીવીઓથી દૂષિત થઈ જાય છે અને આપણે તેને ખાઈએ છીએ, ત્યારે તે ફૂડ પોઈઝનિંગ થયા છે. ઘણી વખત આ કેસના દર્દીઓને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ફૂડ પોઇઝનિંગના અન્ય બનાવો

ગત 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ ધોળકાના પોપટપુરા વિસ્તારમાં લગ્ન સમારોહમાં તારાપુર તાલુકાના ફતેપુરા ગામના મોસાળ પક્ષના લોકો ગયા હતા અને બપોરે ભોજન લીધા બાદ ફતેપુરાના લોકો પરત ઘરે આવ્યા હતા. સાંજના નવ વાગ્યાના આરસામાં ઝાડા- ઉલટી અને પેટમાં દુખાવો, ચક્કર આવવા સહિતની તકલીફ થઇ હતી. જેના પગલે બાળકો, મહિલાઓ સહિત 60 લોકોને એક સરખી સમસ્યા સર્જાતા તાત્કાલિક છ એમ્બ્યુલન્સ મારફતે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેના કારણે તેમની તબિયત સુધરી ગઈ હતી. 

જ્યારે જમાલપુરમાં પણ ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શુક્રવારે નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ નિમિત્તે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભ યોજાયો હતો. જેમાં 34 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. અન્ય ચીજોની સાથે ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. જમણવાર પુરો થયા પછી હાજર લોકોએ પેટમાં દુખાવો, ઉલટી થવી અને ગભરામણ જેવી ફરિયાદ કરતા પાંચ પીપળી ખાતે આવેલી હોસ્પિટલ તથા કોર્પોરેશન સંચાલિત ચેપી રોગની હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો