મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુંદ્રાની સી.કે.એમ કન્યા વિદ્યાલયની 15 વિદ્યાર્થીનીઓ બફારાને લીધે થઈ બેભાન, હોસ્પિટલમાં દાખલ

ચોમાસાના આગમન વચ્ચે હજુ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. કચ્છમાં હાલ ચોમાસું જામ્યું છે, પરંતુ બફારા

મુંદ્રાની સી.કે.એમ કન્યા વિદ્યાલયની 15 વિદ્યાર્થીનીઓ બફારાને લીધે થઈ બેભાન, હોસ્પિટલમાં દાખલ

ચોમાસાના આગમન વચ્ચે હજુ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. કચ્છમાં હાલ ચોમાસું જામ્યું છે, પરંતુ બફારા અને ગરમીનું પ્રમાણ યથાવત હોવાથી લોકો અકળામણ અનુભવી રહ્યા છે.  કચ્છમાં અસહ્ય બફારાના કારણે મુંદ્રામાં આરડી ટ્રસ્ટ સંચાલિત સી.કે.એમ કન્યા વિદ્યાલયની 15 વિદ્યાર્થીનીઓને હીટવેવની અસર થઈ હતી.

ધો-10માં અભ્યાસ કરતી બાળાઓને અચાનક શ્વાસ લેવામાં થઈ હતી તકલીફ

હીટવેવના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ધોરણ-10માં અભ્યાસ કરતી બાળાઓને ચાલુ ક્લાસે અચાનક બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ઘટનાની જાણ શાળા સંચાલકોને કરવામાં આવી હતી.

15 વિદ્યાર્થીનીઓને હીટવેવની અસર 

ત્યારબાદ શાળા પરિવાર દ્વારા બાળાઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફરજ પર હાજર તબીબે હીટવેવના કારણે ડી હાઈડ્રેશન થયું હોવાનું જણાવ્યુપં હતું, તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો