સાચવજો: ગુજરાતમાં હીટ સ્ટ્રોકથી 15ના મોત, અમદાવાદમાં 131 વર્ષમાં 5મી વખત ગરમીનો રેકોર્ડ તૂટ્યો
છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે.આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર

છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે.આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.ગરમીની આગાહીને લઈ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી પાંચ દિવસ દરમિયાન સંસ્થાઓમાં બપોરે 12થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાંચ દિવસ ટ્યુશન ક્લાસ બપોરે 12થી 4 બંધ રહેશે
અમદાવાદમાં પારો 46.6 ડિગ્રી પહોચ્યું હતું, 131 વર્ષમાં પાંચમી વખત રેકોર્ડ પાર સ્તરે નોધાયું હતું. ગ્રીન કવર 35 ટકા ઘટ્યું છે, તો બીજી તરફ ACનો ઉપયોગ 140 ટકા વધ્યો છે. ઉલ્લેખનીય છે કે ગરમીમાં સંખ્યાબંધ લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હીટ સ્ટ્રોકથી 15ના મોત નિપજ્યા છે.
ગુજરાતમાં હીટ સ્ટ્રોકથી 15ના મોત નિપજ્યા
જેને લઈ આગામી પાંચ દિવસ રાજ્યમાં 25 હજારથી વધુ ટ્યુશન ક્લાસ બંધ રહેશે.ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી સમજીને ફેડરેશન ઓફ એકેડમીક એસોસિએશન ગુજરાતે કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આવનારા ૫ દિવસો દરમિયાન બપોરે ૧૨ થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે.






