Bhavnagarનો વિચિત્ર કિસ્સો, સિહોરના ગામમાં 5 વર્ષના બાળકના કાનમાંથી નિકળ્યા 15 વંદા
Bhavnagar News: થોડા દિવસ પહેલાં અમરેલીમાં એક બાળકની આંખની પાંપણોમાંથી જૂ કાઢવામાં આવી હતી. ત્યારબાદ હવે ભાવનગર

Bhavnagar News: થોડા દિવસ પહેલાં અમરેલીમાં એક બાળકની આંખની પાંપણોમાંથી જૂ કાઢવામાં આવી હતી. ત્યારબાદ હવે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષના બાળકના કાનમાંથી એક-બે નહી પણ 15 જેટલા વંદા નીકળતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. કાનમાંથી આટલા બધા વંદા નિકળવા એ તપાસનો વિષય છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનકડા ચોરવડલા ગામમાંથી આશ્વર્યચકિત કરી નાખનાર કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતા 5 વર્ષના બાળકને અવાર-નવાર કાનમાં દુખાવો રહેતો હતો. જેથી પરિવારજનો તબીબ પાસે લઇ ગયા હતા. જ્યાં તપાસ તેની કરીને બાળકના કાનમાંથી 15 જેટલા વંદા અને તેના બચ્ચા કાઢવામાં આવ્યા છે. આ વિચિત્ર ઘટના જોઇને તબીબો પણ નવાઇ પામ્યા હતા.
તબીબી વિજ્ઞાન માટે સંશોધનનો વિષય
આ ઘટનાએ તબીબી વિજ્ઞાન જગતમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. ડોકટરો પણ અચંબિત છે કે કાન જેવા સંવેદનશીલ અંગમાં વંદા કેવી રીતે પહોંચ્યા અને ત્યાં જીવિત રહી શક્યા. આ કિસ્સો મેડિકલ જગત માટે વધુ તપાસ અને સંશોધનનો વિષય બન્યો છે.
સાવરકુંડલામાં 8 વર્ષના બાળકની આંખની પાપણોમાંથી 30 જીવતી જૂ નીકળી
થોડા દિવસ અગાઉ અમરેલીના સાવરકુંડલામાં અજીબોગરીબ ઘટના સામે આવી હતી. જેમાં 8 વર્ષના બાળકને સતત આંખમાં ખંજવાળ અને અગવડતા થતી હોવાથી તેને સારવાર માટે લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યું હતું. અહીં ડોક્ટરોએ તપાસ કરતા બાળકની આંખમાં જીવતી જૂ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તબીબ દ્વારા બાળકની જટિલ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન બાળકની આંખમાંથી લગભગ 30 જેટલી જૂ અને 35 જેટલા જૂના ઈંડા પણ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા.






