મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar: યુવકને સરપંચ તરીકે ફોર્મ નહીં ભરવા ભાજપના શખ્સોએ ધમકી આપી માર માર્યો

Bhavnagar News: ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. એવામાં ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક

Bhavnagar: યુવકને સરપંચ તરીકે ફોર્મ નહીં ભરવા ભાજપના શખ્સોએ ધમકી આપી માર માર્યો

Bhavnagar News: ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. એવામાં ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક યુવકને સરપંચ તરીકે ફોર્મ નહીં ભરવા માટે ધમકી અને માર મારવાની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લામાં પાળીયાદ ગામે ચૂંટણીમાં સરપંચના ઉમેદવારને ફોર્મ નહીં ભરવાની ધમકી આપી ભાજપના આગેવાનો દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલા પાળીયાદ ગામે જીગ્નેશભાઈ સવજીભાઈ મકવાણા આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના હતા. જેને લઈને તાલુકા પંચાયતના સદસ્યના પતિ અને ભાજપના અગ્રણી વિષ્ણુ કાંબડ સહિતના લોકોએ જીગ્નેશ ભાઈને ફોર્મ નહીં ભરવા માટે ધમકી આપી તીક્ષ્ણ અને બોથડ હથિયાર વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો