VIDEO : ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી


ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં રાજ્યનું સૌથી વધુ ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આજે પારો ૪૨ ડિગ્રીને આંબી શકે તેવી શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. હાલ ચોમાસું મેંગલોર સુધી પહોંચી ગયું છે, ત્યારે ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.




