મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની ઉતારી આરતી

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ

VIDEO: 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની ઉતારી આરતી

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી કરી. જેને લઇને સમગ્ર રાજ્યમાં ભક્તિનો માહોલ છવાયો છે.

મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીને મહાભોગ ધરાવવામાં આવ્યો

મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીને ખીચડી અને ગવાર ફળીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો.વહેલી સવારથી જ મંદિરમાં એકબાજુ ભક્તોનો પ્રવાહ ઉમટયો હતો. 

ભગવાનને મહાભોગ ધરાવવામાં આવ્યો હતો.ત્યારબાદ ભક્તોને મંદિરમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જમાલપુરના ભગવાન જગન્નાથજીના મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જગતના નાથની રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

મંગળા આરતી બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવામા આવ્યા હતા. જે બાદ ભગવાનની ભક્તો પર અમિદ્રષ્ટી પડી હતી.ભક્તો ભગવાનની અમિદ્રષ્ટિ તેમના ભક્તો પર પડી હતી.જેને જોઈને ભક્તો ભાવવિભોર થયા હતા.

આ સમાચાર શેર કરો