Ahmedabad news: પીકઅપ ડાલામાંથી 1400 કિલો ગાંજો પકડાયો, મહારાષ્ટ્રના બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ડુંગળીના જથ્થાની

અમદાવાદ શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ડુંગળીના જથ્થાની આડમાં લેવાયેલો આશરે 1400 કિલો ગાંજો જપ્ત કરી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ડુંગળીના જથ્થાની આડમાં લવાતો હતો ગાંજો
અમદાવાદના નારોલ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરીને 400 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે, જેમાં મહારાષ્ટ્રના બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગાંજો ડુંગળીના જથ્થાની આડમાં અને બોક્સમાં છુપાવેલો હતો. ક્રાઈમ બ્રાંચે ગાંજા સંબંધિત મામલે વધુ તપાસ હાથ ધરી છે.




