Amreli news: વાડીમાં કપાસ વિણતી વખતે 14 વર્ષની તરૂણી પર વન્યપ્રાણીનો હુમલો, બાળા સારવાર હેઠળ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 14 વર્ષની તરૂણી પર વન્યપ્રાણીએ હુમલો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 14 વર્ષની તરૂણી પર વન્યપ્રાણીએ હુમલો કરતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઈંગોરાળાથી ભીંગરાડ વચ્ચેની સીમમાં દીનેશભાઇ જાગાણીની વાડીમાં 14 વર્ષની તરૂણી પર વન્યપ્રાણીના હુમલોથી તેને ગંભીર ઈજાઓ થઇ છે. વાડીએ કપાસ વિણતી વખતે રૂખીના કેદુભાઇ પર પ્રાણીએ હુમલો કરતા તેને પ્રથમ દામનગર સિવિલ બાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી છે.




