મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા, અનામતના વિરોધમાં હિંસા ફાટી નીકળી

બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન ફાટી નીકળતા હાલ હિંસાનો માહોલ સર્જાયો છે અને અનેક લોકોના મોત પણ થ

બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા, અનામતના વિરોધમાં હિંસા ફાટી નીકળી

બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન ફાટી નીકળતા હાલ હિંસાનો માહોલ સર્જાયો છે અને અનેક લોકોના મોત પણ થયા છે. આવા તોફાની માહોલ દરમિયાન બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશન હેઠળ સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે મળીને હાથ ધરેલા તાત્કાલિક સંકલનના પરિણામે MBBSના અભ્યાસ માટે ગયેલા 14 વિદ્યાર્થીઓ હેમખેમ પરિવાર પાસે પરત ફર્યા છે.
 
ગુજરાતમાંથી ભણતર તેમજ રોજગાર અર્થે વિદેશોમાં જતા નાગરિકોની સલામતીની ચિંતા હંમેશાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી છે. બાંગ્લાદેશ ઉપરાંત, વિવિધ કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન વિદેશોમાં ફસાયેલા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓને સહીસલાત ગુજરાત પરત લાવવા માટે વિવિધ ઓપરેશન્સ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે કોરોના મહામારીના સમયથી માંડીને આજ દિન સુધીમાં લગભગ 4,92,701 ગુજરાતી નાગરિકોને વિવિધ દેશોમાં સર્જાયેલી સમસ્યાઓની વચ્ચેથી બહાર કાઢીને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.

કોવિડ-19 મહામારી દરમિયાન વિશ્વભરમાં લોકડાઉન જાહેર થયું હતું, જેના કારણે વિશ્વના વિવિધ દેશોમાં ભારતીયો ફસાઈ ગયા હતા. તે સમયે વિશ્વભરમાં ફસાયેલા ભારતીયોને ખાસ ઇવેક્યુએશન ફ્લાઇટ્સ દ્વારા વતન પરત લાવવા માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા ‘વંદે ભારત મિશન’ હાથ ધરવામાં આવ્યું હતું. 

વંદે ભારત મિશન હેઠળ 4 લાખ કરતા વધુ ગુજરાતીઓને પરત લવાવ્યા હતા

આ મિશન હેઠળ વિદેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઠોસ પગલાં લેવામાં આવ્યા હતા. વંદે ભારત મિશનની કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, ગુજરાત એરપોર્ટ પોલીસ, ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ, જિલ્લા પંચાયત અમદાવાદ, સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગે સાથે મળીને કામ કર્યું હતું. પરિણામસ્વરૂપે, કોવિડ-19ના સમયગાળા દરમિયાન વંદે ભારત મિશન હેઠળ કુલ 4,90,701 ગુજરાતી નાગરિકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો