Ahmedabad: વિદેશ જવાના સપના બતાવી 14 લોકો સાથે ઠગાઈ; PR અને વર્ક વિઝાના બહાને દંપતીએ ₹72 લાખ પડાવ્યા
અમદાવાદમાં વિદેશ જવાના સપના બતાવી લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ‘ધ કેરિયર પ્રોફેશનલ&rsqu

અમદાવાદમાં વિદેશ જવાના સપના બતાવી લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ‘ધ કેરિયર પ્રોફેશનલ’ નામની ઓફિસ મારફતે દંપતીએ કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પી.આર. અને વર્ક વિઝા અપાવવાની લાલચ આપી 14 લોકોથી રૂ.72.45 લાખ વસૂલ્યા હતા. વિઝા પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશનના બહાને રૂપિયા લીધા બાદ કોઈને પણ વિઝા અપાયો નહોતો. બાદમાં ઓફિસ બંધ કરી દંપતી ફરાર થઈ ગયા. પીડિતોએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉર્જિત કવિ અને હર્ષિદા કવિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




