Chhota udaipur: 13 વર્ષીય કિશોરી લીઝના ખાડામાં ખાબકી, ઊંડા પાણીમાં ગરક થતાં નીપજ્યું મોત
પાવી જેતપુરના ઘૂંટણવડ ગામની લીઝમાં ગંભીરપુરા ગામની 13 વર્ષની કિશોરીનું

પાવી જેતપુરના ઘૂંટણવડ ગામની લીઝમાં ગંભીરપુરા ગામની 13 વર્ષની કિશોરીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. કોમલબેન સંજયભાઈ રાઠવા નામની કિશોરી રમત દરમિયાન સુખી નદીમાં આવેલી લીઝના ખાડામાં ખાબકી હતી. બાળકીના મોતને લઈને ગ્રામજનોમાં રોષની લાગણી છે. લીઝ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઊંડા ખાડા કરી દેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. લીઝની માપણી થાય અને લીઝ માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ લોકમાંગ ઉઠી છે.




