પંચમહાલ: લક્ઝરી બસ અને કાર વચ્ચે ટક્કર, અકસ્માતમાં બસમાં સવાર 13 મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્યના વિવિધ શહેરોમાં આજે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પંચમાહલ, સુરત, અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આ

રાજ્યના વિવિધ શહેરોમાં આજે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પંચમાહલ, સુરત, અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટીંમ્બા પાટીયા પાસે લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ વચ્ચે પંચમહાલમાં ટીંમ્બા પાટિયા નજીક બેકાબૂ બસે કારને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 13 મુસાફરોને ઈજા પહોંચી હતી
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. શહેરમાં પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા રીફર કરવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી.
સુરતના પાંડેસરામાં BRTS બસે બાઈક ચાલકને અડફેટે લીધો
સુરતના પાંડેસરાના બીઆરટીએસ પંચમુખી હનુમાન મંદિર સામે બીઆરટીએસ અને બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. બીઆરટીએસ બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને લઈને લોકટોળું એકત્રિત થયું હતું, ટોળાએ BRTS બસના કાચ ફોડ્યા હતા.
બારડોલીના બાબેન ગામમાં શ્વાન વચ્ચે આવી જતા કાર પલ્ટાઈ અને એકનું મોત
અન્ય એક ઘટના સુરતના બારડોલીના બાબેન ગામમાં થઈ હતી. જેમાં કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કારની વચ્ચે અચાનક શ્વાન આવી જતાં કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને પરિણામે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 5 લોકો પૈકી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ 5 યુવકો કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 5 યુવક પૈકી 3 મહારાષ્ટ્રના અને 2 નવસારીના હોવાનું સામે આવ્યું છે.






