બનાસકાંઠા: મુંબઈના બે ભક્તે અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું કર્યું દાન
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, તો ભ

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યારે મુંબઈના બે અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનું ગુપ્ત દાન આપ્યું છે.
ભક્તે 1 કિલો સોનાની લગડી દાન કરી
શક્તિપીઠ અંબાજી મંદિરમાં મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી. એક ભક્તે 1 કિલો સોનાની લગડી જેની અંદાજિત કિંમત 80 લાખ થાય છે. જ્યારે બીજા ભક્તે 520 ગ્રામ સોનાની લગડી અને 100 ગ્રામના 5 અને 20 ગ્રામના એક બિસ્કીટ ભેટ આપ્યા હતા. આમ અંબાજી મંદિરમાં બંને ભક્તે થઈને અંદાજે 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું.
આ પણ વાંચો: સુવર્ણદાન: અંબાજી મંદિરના ભંડારમાંથી મળ્યા સોનાના 10 બિસ્કીટ
તમને જણાવી દઈએ કે, ભારતભરમાં યાત્રાઘામ તરીકે જાણીતું એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માતાના દર્શને આવતા હોય છે. 3 સપ્ટેમ્બર ભંડાર ખોલવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના ભંડારમાંથી ચૂંદડીમાં પેક કરેલા 10 અલગ અલગ બિસ્કીટ દાનમાંથી નીકળ્યા હતા.






