મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઘેરી બનતી મંદીમાં 3 રત્નકલાકારો ચડ્યા લૂંટના રવાડે, કારખાનામાં હથિયાર બતાવી લૂંટયા 120 કેરેટ હીરા

સુરતમાં છેલ્લા સવા બે વર્ષ કરતાં વધુ સમયથી હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. ત્યારે આ મંદીમા

સુરતમાં ઘેરી બનતી મંદીમાં 3 રત્નકલાકારો ચડ્યા લૂંટના રવાડે, કારખાનામાં હથિયાર બતાવી લૂંટયા 120 કેરેટ હીરા

સુરતમાં છેલ્લા સવા બે વર્ષ કરતાં વધુ સમયથી હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. ત્યારે આ મંદીમા સૌથી મોટો ભોગ રત્નકલાકારોનો લેવાઈ રહ્યો છે. બેરોજગાર બનેલા રત્નકલાકારો લૂંટના રવાડે ચડી ગયા હોય તેવું સામે આવ્યું છે. બેરોજગારીમાં ખર્ચો કાઢવા માટે 3 રત્નકલાકારો હથિયારો સાથે હીરાના કારખાનામાં ઘુસ્યા હતા. જ્યાંથી 120 કેરેટ હીરાની લૂંટ ચલાવી નાસી ગયા હતાં.

પ્લાન બનાવી ચલાવી લૂંટ

વરાછા મીની બજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડીંગના ચોથા માળે ઓફિસમાં રાત પાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા. ત્યારે મળસ્કે ત્રણ વાગ્યા આસપાસ બે અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘુસી ગયા હતા. તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા. કશું બોલ્યા નહોતા. જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી દીધી હતી. તેણે જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો. તેવું ફરી કહેતા 80 હજારની મત્તાના 120 કેરેટ હીરા તેમને આપી દીધા હતા.

ત્રણ મહિનાથી હતા બેકાર

પોલીસ અધિકારી પીકે પટેલે કહ્યું કે, પોલીસે અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટીલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા ચેક કરી તપાસમાં જોડાઇ હતી. હીરાના ખાતામાં કામ કરતા કારીગરોની પુછપરછ કરતા શંકાસ્પદ ભુમિકા દેખાય આવતા એક સગીર કારીગરની યુકિત પ્રયુક્તિથી પુછપરછ કરી હતી. તેણે પોતાના ભાઇ હિતેશ દિનેશભાઇ ભુવા, જયદિપ રઘુભાઇ અલગોતર અને મૌલિક સુરેશભાઇ ગોહીલને તેઓના કારખાનામા હીરા આવતા હોવાથી લૂંટ કરવાની ટીપ્સ આપી હતી. જેથી પોલીસે ત્રણેય આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરનાર રત્નકલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો. જોકે લૂંટ કર્યા બાદ તમામ પકડાઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો