મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : મોબાઈલ ચોરીની આશંકાએ 11 શખ્સોએ મળીને 22 વર્ષના યુવકની કરી હત્યા, મૃતદેહ નગ્ન અવસ્થામાં ફેંકી દીધો

Ahmedabad News : અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેનના પિલર પાસે રાજ ડબગર નામના 22 વર્ષના યુવકનો

AHMEDABAD : મોબાઈલ ચોરીની આશંકાએ 11 શખ્સોએ મળીને 22 વર્ષના યુવકની કરી હત્યા, મૃતદેહ નગ્ન અવસ્થામાં ફેંકી દીધો

Ahmedabad News : અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેનના પિલર પાસે રાજ ડબગર નામના 22 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવકની હત્યા કોને અને શા માટે કરી એ દિશામાં તપાસ શરૂ કરી હતી. 

તપાસ દરમિયાન પોલીસને એક મહત્ત્વની કડી મળી હતી. આ યુવકની હત્યા થઇ એ પહેલા ચાની કીટલી ચાલવતા એક શખ્સે આ યુવકને 8થી 10 લોકો માર મારી રહ્યા હતા એ નજરે જોયું હતું. યુવકને માર મારનાર શખ્સો ઘરે-ઘરેથી કચરો એકઠો કરવાની વાનના ડ્રાઈવરો અને તેની સાથે સંકળાયેલા લોકો હતા. 

પોલીસે આ માહિતીને આધારે યુવકની હત્યા કરનારા 11 શખ્સોની  ઓળખ કરી હતી અને તેમાંથી 8ની ધરપકડ કરી હતી, જયારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. 

મૃતક યુવક રાજની હત્યા બાદ તમામ લોકોએ ભેગા મળી તેના મૃતદેહને કચરા ભરવાની ગાડીમાં નાખી મેટ્રોપિલર પાસે અવાવરું જગ્યાએ નગ્ન અવસ્થામાં  છોડી આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા પુરાવાનો નાશ કરવાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.

22 વર્ષીય રાજ ડબગરની હત્યા મામલે મૃતકની બહેને નોંધાવેલી ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યાનો ભેદ ઉકેલ આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ રાજ મોબાઇલ ચોર હતો કે કેમ તે અંગે કોઈ હકીકત સામે નથી આવી. પોલીસે તે દિશામાં પણ તપાસ કરી છે કારણ કે જે ડ્રાઇવર રાજને માર મારતા હતા તે ડ્રાઇવરના ચોરી થયેલા મોબાઈલ હજી મળી આવ્યા નથી જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો