VIDEO: બરડા ડુંગરના જંગલોમાં 11 સિંહોની ગેલ, પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ
દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ સહિત પ્રવાસીઓનો સાસણગીરમાં મોટા પ્રમાણમાં ધસારો જોવા મળે છે. ગુજરાતમાં હવે સાસણ ગીર ઉપ
દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ સહિત પ્રવાસીઓનો સાસણગીરમાં મોટા પ્રમાણમાં ધસારો જોવા મળે છે. ગુજરાતમાં હવે સાસણ ગીર ઉપરાંત બરડા ડુંગરના જંગલોમાં પણ સિંહોનો વસવાટ થયો છે. બરડા જંગલ સફારીમાં એક સાથે 11 સિંહોના દર્શન થતાં પ્રવાસીઓ અભિભૂત થયા હતા. દાયકાઓથી ગીર એશિયાટીક સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું હતું. જોકે હવે પોરબંદર નજીક બરડા ડુંગરના જંગલમાં સિંહોએ કુદરતી રીતે સ્થળાંત્તર કરીને પોતાનું નવું ઘર બનાવ્યુ છે. બરડા ડુંગરની ગોદમાં પરિવાર સાથે રમતા આ બાળ સિંહોને જોઈએ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થયા હતા.




