મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં 108ના કર્મીઓએ માનવતા મહેકાવી, અકસ્માતમાં ઈજાગ્રસ્તના પરિવારને આ કિંમતી ચીજ આપી પરત

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડ નજીક હાઈ વે પર એક યુવકનો

વલસાડમાં 108ના કર્મીઓએ માનવતા મહેકાવી, અકસ્માતમાં ઈજાગ્રસ્તના પરિવારને આ કિંમતી ચીજ આપી પરત

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડ નજીક હાઈ વે પર એક યુવકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જેથી યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિકોએ ફોન કરતાં 108 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. જેમણે યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાથી સંપર્ક વધારતા પહેલાં સાવધાન, છત્તીસગઢની પરિણીતાને સુરત બોલાવી મુંબઇના યુવકે રેપ કર્યો

માનવતાના દર્શન કરાવ્યા

કળિયુગમાં એક તરફ રૂપિયા અને સંપતિ માટે ભાઈ ભાઈના દુશ્મન થઈ રહ્યાં છે. ત્યારે માનવતાના દર્શન વલસાડ હોસ્પિટલમાં થયા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવકને લઈને આવેલા 108 એમ્બ્યુલન્સના ઈએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જયમીન પટેલે યુવકનો જીવ બચાવીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બાદમાં તેમના પરિવારને પણ મળ્યા હતાં.

ઈમાનદારીપૂર્વક ફરજ

અકસ્માતમાં ઇજાગ્રસ્તના પરિવારને 108 એમ્બ્લન્સની ટીમે કિંમતી સામાન પરત કર્યો હતો. 108 ટીમ ના ઈએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જયમીન પટેલ ની ઈમાનદારી દર્શાવી હતી. ઇજાગ્રસ્ત પાસેથી 4570 રોકડા, સોનાની ચેન, મોબાઈલ અને સામાન મળી 1.59 લાખનો સામાન મળ્યો હતો.108 કર્મીઓએ ઇજાગ્રસ્ત પાસેથી મળેલા સામાનને પરિવારને પરત કરી ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવી હતી.

આ સમાચાર શેર કરો