મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagr news: ધંધુકા ઓવરબ્રિજ પાસેના ગેરેજમાંથી નશાકારક કફ સિરપની 107 બોટલો ઝડપાઇ

ગુજરાતમાંથી વધુ એક વખત મોટી સંખ્યામાં પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો ઝડપા

Surendranagr news: ધંધુકા ઓવરબ્રિજ પાસેના ગેરેજમાંથી નશાકારક કફ સિરપની 107 બોટલો ઝડપાઇ

ગુજરાતમાંથી વધુ એક વખત મોટી સંખ્યામાં પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર  જિલ્લાના  બગોદરા-ધંધુકા ઓવરબ્રિજ નજીક ગેરેજમાંથી નશાકારક કોડેઇનયુક્ત કફ સીરપની ૧૦૭ બોટલો સાથે લીંબડી તાલુકાના બે શખ્સ ઝડપાયા છે.

પોલીસે ૩૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

પોલીસે ૩૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. બગોદરા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બગોદરા નજીક ધંધુકા ઓવરબ્રિજ પાસે આવેલા એક બાઇક રિપેરિંગના ગેરેજમાં નશાકારક કફ સીરપનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

કફ સિરપની 107 બોટલો જપ્ત

 મળતા અહેવાલ પ્રમાણે બાતમીના આધારે પોલીસની ટીમ અને  એફ.એસ.એલ.અધિકારીઓની હાજરીમાં ગેરેજ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન  કરતા નશાકારક કફ સીરપની ૧૦૭ બોટલ મળી આવી હતી. પોલીસે નશાકારક કફ સીરપની ૧૦૭ બોટલો (કિં. રૃ. ૧૭,૬૫૫) બે-મોબાઈલ (રૃ. ૨૦,૦૦૦) મળી સ્થળ પરથી રૃ. ૩૭,૬૫૫નો મુદ્દામાલ જપ્ત કરી મુકેશભાઇ વશરામભાઇ લખાત્રા (રહે. દેવપુરા, તા. લીંબડી) અને વિષ્ણુભાઇ ગોરધનભાઇ ગોહીલ (રહે. દેવપુરા, તા. લીંબડી)ની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચાર શેર કરો