મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: વૃદ્ધ મહિલા ડોક્ટરના 19 કરોડ જેમાં ગયાં તે 35 ખાતા સામે 100 FIR, 7 રાજ્યોમાં CIDની તપાસ

ગાંધીનગરના વિધવા, વૃદ્ધ મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર

Gandhinagar news: વૃદ્ધ મહિલા ડોક્ટરના 19 કરોડ જેમાં ગયાં તે 35 ખાતા સામે 100 FIR, 7 રાજ્યોમાં CIDની તપાસ

ગાંધીનગરના વિધવા, વૃદ્ધ મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી 19.24 કરોડ પડાવનારી ગેંગના 35 બેન્ક ખાતાઓ અંગે ચોંકાવનારી વિગતો ખુલી છે. ગુજરાતના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટના કેસમાં ગાંધીનગરના વૃદ્ધ મહિલા ગાયનેકોલોજીસ્ટ પાસેથી ત્રણ મહિનામાં કરોડોની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસુલવામાં આવ્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

 લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર 

કમ્બોડિયાની ટોળકીના ઈશારે આયોજનબદ્ધ ડિજિટલ એરેસ્ટ અને ઈ-ખંડણીના કેસમાં સુરતના  વલથાણમાં રહેતા લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ખઈ હોવાથી તેની CID ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે ધરપકડ કરી છે. પોલીસે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી લાલજીને પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. પોલીસે એવી રજૂઆત કરી હતી કે, લાલજી બલદાણિયાએ ચીટર ટોળકીને પોતાનું બેન્કખાતું ભાડે આપ્યાની ત્રણ ફરિયાદો અગાઉ નોંધાઈ ચૂકી છે. લાલજી બલદાણિયા પોતાના બેન્ક ખાતામાં ઠગાઈની રકમ જમા થતી હતી તેના પર ત્રણથી પાચ ટકા કમિશનની લાલચથી ઠગ ટોળકીના ચક્રવ્યૂહમાં ફસાઈને આત્યારે તો રાજ્યના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કરી ઠગાઈના કેસમાં આરોપી બન્યો છે. CID સાઈબર સેલ દ્વારા કરાઈ રહેલી તપાસમાં એ પણ ઘટસ્ફોટ થયો છે કે ગાંધીનગરના મહિલા ડોક્ટરના 19.24 કરોડ રૂપિયા જે 35 હેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર થયાંછે તે 35 બેન્ક એકાઉન્ટ સામે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર 100થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આ 35 બેન્ક ખાતાઓ ગુજરાત સહિત 7 રાજ્યોના વ્યક્તિ છે.

CID ક્રાઇમની તપાસ અને કંબોડિયા કનેક્શન

આ ગંભીર કેસની તપાસ માટે CID ક્રાઇમની ચાર ટીમો કાર્યરત છે. ગાંધીનગર CID ક્રાઇમ સાયબર સેલના ડીઆઈજીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં લાલજી બલદાણીયાનો સમાવેશ થાય છે, જેના ખાતામાં એક કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. પોલીસે 30થી વધુ બૅંક એકાઉન્ટ ટ્રેક કર્યા છે અને રાજ્યમાં પણ આ ગેંગના અન્ય બૅંક એકાઉન્ટ હોવાના સંકેત મળ્યા છે.

1 કરોડ રૂપિયા પોલીસે કર્યા ફ્રીઝ

ગુજરાત સાયબર ક્રાઈમે અન્ય રાજ્યોની પણ મદદ મેળવીને બેન્ક ખાતાઓ ભાડે આપતી ટોળકીનો પર્દાફાશ કરવાની કવાયત હાથ ધરી છે. અત્યાર સુધીમાં ડોક્ટર મહિલાના 19.24 કરોડમાંથી એક કરોડ રૂપિયા ફ્રિઝ કરાવવામાં પોલીસને સફળતા મળી છે. 

આ સમાચાર શેર કરો