મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NAVSARI : બીલીમોરામાં પાણી પુરવઠાના ક્લાસ-1 અધિકારી સહિત 10ની ધરપકડ, જાણો શું છે મામલો

Navsari News : નવસારી જિલ્લાના બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ-1 અધિકારી સહ

NAVSARI : બીલીમોરામાં પાણી પુરવઠાના ક્લાસ-1 અધિકારી સહિત 10ની ધરપકડ, જાણો શું છે મામલો

Navsari News : નવસારી જિલ્લાના બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ-1 અધિકારી સહિત 10 લોકોની સુરત CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 

આ અંગે મળતી માહિતી મુજબ 5 કરોડ 48 લાખની ઉચાપત કેસમાં આ તમામની ધરપકડ કરવામાં આવી છે. બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં કામના ખોટા બીલો રજૂ કરીને સરકારી તિજોરીમાંથી 5 કરોડ 48 લાખની ઉચાપત કરવામાં આવી છે. 

આ કેસની તપાસ કરી રહેલી સુરત CID ક્રાઇમે બીલીમોરા પાણી પુરવઠા વિભાગના ક્લાસ-1 અધિકારી, અન્ય 4 અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટર્સની ધરપકડ કરી છે. 

આ તમામને જજના નિવાસસ્થાને રજૂ કરીને  સુરત CID ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, નામદાર જજે આ તમામ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આ સમાચાર શેર કરો