જસદણમાં આંખના ઓપરેશન બાદ 10 દર્દીઓને અસર, ઓપરેશન વિભાગ સીલ
જસદણમાં આંખની હોસ્પિટલમાં 10 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની અસર થયા બાદ ત

જસદણમાં આંખની હોસ્પિટલમાં 10 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની અસર થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ અને ગાંધીનગરથી આવેલ આરોગ્ય ટીમે તપાસ બાદ આંખની હોસ્પિટલના ઓપરેશન વિભાગને સીલ કર્યો હતો.
હૉસ્પિટલના ઓપરેશન વિભાગને સીલ કરાયો
જસદણના વિરનગરની શિવાનંદ મિશન આંખની હૉસ્પિટલમાં દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે. શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. 30 દર્દીમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની અસર થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.આંખના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપાનું ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું હતું.
દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ રાજકોટ અને ગાંધીનગરથી આરોગ્યની ટીમ તપાસ અર્થે જસદણ આવી હતી. જસદણમાં શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન વિભાગને સીલ મારવામાં આવ્યો હતો.






