કચ્છમાંથી ડ્રગ્સના પેકેટ મળવાનો સીલસીલો યથાવત, જખૌમાંથી ચરસના વધુ 10 પેકેટ મળ્યા
સરહદી જીલ્લા કચ્છમાં ચરસના પેકેટ મળી આવવાનો સીલસીલો યથાવત છે. જખૌ મરીન સેક્ટરના મરીન કમાન્ડોને ફૂટ પેટ્

સરહદી જીલ્લા કચ્છમાં ચરસના પેકેટ મળી આવવાનો સીલસીલો યથાવત છે. જખૌ મરીન સેક્ટરના મરીન કમાન્ડોને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છે. જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી દરિયાના પાણીમાં તણાઇ આવેલા મોટા કોથળામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. મરીન કમાન્ડોએ જખૌ પોલીસને જાણ કરી પેકેટ જમા કરાવ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
BSFને પણ 37 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા
કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી માદક પદાર્થ ચરસના પેકેટો મળી આવવાનો સીલસીલો યથાવત છે. શુક્રવારે BSFની ટીમને જખૌ સમુદ્રના અલગ અલગ કાંઠેથી ડ્રગ્સના 27 નંગ પેકેટ મળી આવ્યા હતા જ્યારે સાંજે જખૌ મરીન પોલીસની ટીમને ખીદરત બેટ પરથી 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. બીએસએફે કબ્જે કરેલા પેકેટો પૈકી ત્રણ પેકેટમાં પીળા કલરની ગોળીઓ હોવાનું ખુલ્યુ છે જે સિન્થેટિક ડ્રગ્સ અથવા મોરફીન હોવાની શંકા સેવાઇ રહી છે.






