પોરબંદરના ખાપટ વિસ્તારમાં ભાંગ પીવાથી 10 બાળકોની અચાનક તબિયત બગડી
ગત રોજ મહાશિવરાત્રિનું પર્વ સમગ્ર રાજ્ય થતા દેશમાં ઉજવાઈ ગયું હતું. ભક્

ગત રોજ મહાશિવરાત્રિનું પર્વ સમગ્ર રાજ્ય થતા દેશમાં ઉજવાઈ ગયું હતું. ભક્તોએ હર્ષોલ્લાસ ખાતે તહેવારની ઉજવણી કરી હતી. મહાશિવરાત્રિએ ભાંગનું પણ અનોખું મહત્ત્વ રહેલું છે, ત્યારે આ વચ્ચે પોરબંદરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં 10 વધુ બાળકોએ ભાંગ પી લેતા દોડધામ મચી હતી.
10 બાળકોની તબિયત બગડી
મળતા અહેવાલ પ્રમાણે બાળકોની અચાનક તબીયત બગડી હતી, તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ 7 વર્ષના બાળકની સ્થિતિ વધુ ગંભીર બની બની હતી.
પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકોને કોને ભાંગનો નશો કરાવ્યો તે હજું સામે આવ્યું નથી. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી.






