250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, પણ માત્ર 11 ફિલ્મો જ ગમી: પરેશ રાવલનો ખુલાસો

દિલ્હીમાં પોતાની ફિલ્મ પાસ્ટ ટેન્સના પ્રિમિયરમાં સવાલ જવાબના કાર્યક્રમમાં પેટછૂટી વાત કરતાં પરેશ રાવલે જણાવ્યું હતું કે, તેમણે ચાર દાયકા લાંબી કારકિર્દીમાં અઢીસોથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે પણ તેઓ તેંમાંથી અગિયાર ફિલ્મોને જ સારી ગણે છે.
પરેશ રાવલે તેમની સારી ફિલ્મોમાં 1993માં આવેલી સરદાર, 1997માં આવેલી તમન્ના, 2008માં આવેલી ઓયે લકી લકી ઓયે, મુંબઇ મેરી જાન, 2025માં આવેલી ધ સ્ટોરીટેલર, હેરાફેરી અને ડકૈતનો સમાવેશ કર્યો હતો.
જાહેરાત
પરેશ રાવલે 1984માં કેતન મહેતા નિર્દેશિત હોલી ફિલ્મ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરેશ રાવલે કોમેડી ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઇલ વિક્સાવી છે. પરેશ રાવલે ગુજરાતી રંગભૂમિ પર અનેક સફળ નાટકો આપ્યા છે. તેમને 2014માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
જાહેરાત




