VIDEO: મધ્યાહન ભોજન આરોગ્યા બાદ 250થી વધુ બાળકોની તબિયત લથડી, જાણો ક્યાં બની આ ઘટના
બિહારના સહરસા જિલ્લાના મહીષી બ્લોકમાં આવેલી એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ ૨૫૦થી
બિહારના સહરસા જિલ્લાના મહીષી બ્લોકમાં આવેલી એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ ૨૫૦થી વધુ બાળકોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ બાળકો બીમાર પડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી સામે આવેલા દ્રશ્યોમાં મોટી સંખ્યામાં બાળકો સારવાર હેઠળ હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી શાળાના ખોરાકની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.


