Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : in Bihar, Nishant Kumar gets important Health Ministry

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્ત્વનું આરોગ્ય મંત્રાલય

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્ત્વનું આરોગ્ય મંત્રાલય
સોર્સ : gstv

બિહારમાં નવી સરકારની રચના બાદ મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરાઈ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સામાન્ય વહીવટ, ગૃહ, મંત્રીમંડળ સચિવાલય, દેખરેખ, ચૂંટણી, સિવિલ એવિએશન અને એવા તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી. 

App Store

નીતીશના પુત્ર નિશાંતને આરોગ્ય વિભાગ

નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરીને જળ સંસાધન અને સંસદીય કાર્ય વિભાગ, જ્યારે બીજા નાયબ મુખ્યમંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણાં અને વાણિજ્ય વેરા વિભાગ સોંપવામાં આવ્યો છે. મંત્રી શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ અને માહિતી અને જનસંપર્ક વિભાગ મળ્યો છે, જ્યારે વિજય કુમાર સિન્હાને કૃષિ વિભાગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો. દિલીપ કુમાર જયસ્વાલને મહેસૂલ અને જમીન સુધારણા અને નિશાંત કુમારને આરોગ્ય વિભાગ સોંપવામાં આવ્યો છે.

મંત્રીઓના નામ અને ફાળવાયેલા વિભાગોની યાદી

સમ્રાટ ચૌધરી - સામાન્ય વહીવટ, ગૃહ, મંત્રીમંડળ સચિવાલય, દેખરેખ, ચૂંટણી, સિવિલ એવિએશન તથા એવા તમામ વિભાગો જે કોઈને ફાળવવામાં આવ્યા નથી
વિજય કુમાર ચૌધરી - જળ સંસાધન, સંસદીય કાર્ય
બિજેન્દ્ર પ્રસાદ યાદવ - નાણાં, વાણિજ્ય-વેરા
શ્રવણ કુમાર - ગ્રામીણ વિકાસ, માહિતી અને જનસંપર્ક
વિજય કુમાર સિન્હા - કૃષિ
ડો. દિલીપ કુમાર જયસ્વાલ - મહેસૂલ અને જમીન સુધારણા
નિશાંત - આરોગ્ય
લેશી સિંહ - ભવન નિર્માણ
રામ કૃપાલ યાદવ - સહકાર
નીતિશ મિશ્રા - નગર વિકાસ અને આવાસ, માહિતી ટેકનોલોજી
દામોદર રાવત - પરિવહન
સંજય સિંહ ટાઈગર - ઉચ્ચ શિક્ષણ, કાયદો
અશોક ચૌધરી - ખાદ્ય અને ગ્રાહક સંરક્ષણ
ભગવાન સિંહ કુશવાહા - યોજના અને વિકાસ
અરુણ શંકર પ્રસાદ - શ્રમ સંસાધન અને પ્રવાસી શ્રમિક કલ્યાણ, યુવા, રોજગાર અને કૌશલ્ય વિકાસ
મદન સાહની - નશાબંધી ઉત્પાદન અને નોંધણી
ડો. સંતોષ કુમાર સુમન - લઘુ જળ સંસાધન
રમા નિવાસ - પછાત વર્ગ અને અતિ પછાત વર્ગ કલ્યાણ
રત્નેશ સાદા - આપત્તિ વ્યવસ્થાપન
કુમાર શૈલેન્દ્ર - માર્ગ નિર્માણ
શીલા કુમારી - વિજ્ઞાન, ટેકનોલોજી અને ટેકનિકલ શિક્ષણ
કેદાર પ્રસાદ ગુપ્તા - પ્રવાસન
લખેન્દ્ર કુમાર રૌશન - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ
સુનીલ કુમાર - ગ્રામીણ કાર્ય
શ્રેયસી સિંહ - ઉદ્યોગ, રમતગમત
મો. જમા ખાન - લઘુમતી કલ્યાણ
નંદકિશોર રામ - ડેરી, મત્સ્ય અને પશુ સંસાધન
શૈલેષ કુમાર ઉર્ફે બુલો મંડલ - ઉર્જા
ડો. પ્રમોદ કુમાર - ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, કલા અને સંસ્કૃતિ
રેખા ગુપ્તા - સમાજ કલ્યાણ
મિથિલેશ તિવારી - શિક્ષણ
ડો. રામચંદ્ર પ્રસાદ - પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન
સંજય કુમાર સિંહ - જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ
સંજય કુમાર - શેરડી ઉદ્યોગ
દીપક પ્રકાશ - પંચાયતી રાજ