VIDEO: લોકભવનની બહાર TVK સમર્થકોએ વિજયના સમર્થનમાં પોસ્ટરો લહેરાવ્યા, VCK ચીફે રાજ્યપાલના નિર્ણયની કરી ટીકા
તમિલનાડુના ગવર્નર દ્વારા ટીવીકે પાર્ટીને શપથ પહેલા જ બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યુ
તમિલનાડુના ગવર્નર દ્વારા ટીવીકે પાર્ટીને શપથ પહેલા જ બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. જેને લઈને વિવાદ થયો છે. ત્યારે લોકભવનની બહાર TVK સમર્થકોએ વિજયના સમર્થનમાં પોસ્ટરો લહેરાવ્યા હતા. બીજી તરફ VCK ચીફ થોલ તિરુમાવલને વિજયના સરકાર બનાવવાના બંધારણીય અધિકારનું જોરદાર સમર્થન કર્યું છે. તિરુમાવલને જણાવ્યું હતું કે રાજ્યપાલ પાસે વિજયને પદ સંભાળતા પહેલા જ બહુમતી સાબિત કરવાનું કહેવાનો અધિકાર નથી, કારણ કે જનાદેશ મુજબ તેમને મુખ્યમંત્રી તરીકે આમંત્રિત કરવા જોઈએ અને ત્યારબાદ તેઓ વિધાનસભામાં બહુમતી સાબિત કરે તે યોગ્ય પ્રક્રિયા છે.




